ચકલી પણ મૂંજાણી છે આજે;
આ તે શેની ઉજાણી છે આજે?
ખાલી છે મન અને ખાલી છે ઘર,
કૂંડામાં પણ ક્યાં પાણી છે આજે?
વાતો કરી મોટી મોટી ચકલીની ને,
ગજ ગજ છાતી ફૂલાણી છે આજે;
છૂપાતી 'તી ક્યારેક ફોટની પાછળ,
અરીસે ચાંચે ક્યાં ભટકાણી છે આજે?
ભટકે ઘરોઘર બાંધવા માળા "વ્યોમ"
જોઈ આંખ શરમાણી છે આજે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.