વિશ્વ ચકલી દિવસ
ગોરૈયા આવોને ચણવા
દાણા નાંખુ ચોકમાં ,
પાણીની ભરું ટબૂડીને
લેજો દાણા ચાંચમાં .
માનવ ભલે રાચતો
ને ફુલાતો મનમાં ,
ખરી આઝાદી તો
છે તમારા જીવનમાં .
ઇચ્છો ત્યારે ઉડી જાવું
મસ્ત બની ગગનમાં ,
ગીતડાં ગાવા મીઠાં મીઠાં
પરોવી ચાંચને ચાંચમાં .
તનયા મારી આવે યાદ
જોઈ તમને ગેલમાં ,
ગોરૈયા આવો ચણવા
દાણા નાંખુ ચોકમાં.
હેતલ પટેલ (નિજાનંદી )