શબ્દોને શણગારી બેઠા અમે.
અર્થોને વિસ્તારી બેઠા અમે.
આયખું ટૂંકું પડે સમજવામાં,
તોય સાહસ કરી બેઠા અમે.
સત્વ પ્રકાશ્યું શબ્દ નીચોડે,
નિતનવા આવકારી બેઠા અમે.
શબ્દને સત્ય પૂરક એકમેકના,
સર્વસ્વ એને ધારી બેઠા અમે.
કોણ કહે શબ્દની અસર નથી?
ઉરથી ઉર હંકારી બેઠા અમે.
ઈશ પણ શબ્દથી પર ન હોય,
શબ્દસાધના સ્વીકારી બેઠા અમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.