...." ડુબ્યો 'તો "
ગહેરી નદીના વહાવમાં ડુબ્યો 'તો;
રહ્યો જે અધૂરો એ પ્યારમાં ડુબ્યો 'તો;
હતી આત્મીયતા જ કૈંક્તો એવી કે,
સદા એમના હું પ્રભાવમાં ડુબ્યો 'તો;
કહ્યું તું મળીશું જીવનમાં ફરીથી,
જીવનમાં પછી હર ખયાલમાં ડુબ્યો 'તો;
સજળ આંખમાં એ જે રોપી ગયાં 'તાં,
પછી ઊગતાં એ ખવાબમાં ડુબ્યો 'તો;
કહો "વ્યોમ" દરિયાની શું બીક રાખ્વી?
હથેલીના જળનાં પ્રવાહમાં ડુબ્યો 'તો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.