આકાશે રંગુ નામ તમારું(ગઝલ)
આકાશે રંગુ નામ તમારું કેશુડાના રંગે..
આકાશમાં રંગ અનેક છે પણ રંગ તમારો અનેરો છે..
એ રંગ લાગ્યો મારા જીવનમાં કેશુડાના રંગે
એવા વાલીડા છો મારા ભવ-ભવના માણીગર.
આકાશે રંગુ નામ તમારું કેશુડાના રંગે...
રાગ તમારો,સ્વાસ તમાંરો,
સાથ તમારો,સંગાથ તમારો ગમશે અમને જીવનભર.
આકાશે રંગુ નામ તમારું કેશુડાના રંગે....
સ્વાસ તમે છો ખુશીઓ તમે છો.
મારા મનના છો માણીગર
કાંઈ ના ચાહું મારા જીવનમાં
બસ સાથ તમારો ચાહું.
આકાશે રંગુ નામ તમારું કેશુડાના રંગે...
-MAHENDRA. (SUJAL)