" જીવદયા નામ તારે "
જગતમાં બસ હું જ એક છું વિચારે માનવી;
પશુ-પક્ષીઓ પણ ધરા પર વિહારે માનવી;
પેટ ભરવા તો કરે છે શિકાર હમેંશ એ
શોખ ખાતર મૂક પશુઓને મારે માનવી;
કોણ હિંસક છે અહીં ને અહિંસક કોણ છે?
પશુ-પક્ષીઓ ઘાતકી, એ પ્રચારે માનવી?
છોડ હિંસાને, પછી જો અહિંસા માન તો!
જિંદગીએ લાગશે નહિ જ ભારે માનવી;
પ્યાર સામે વ્હાલ દે પશુ-પક્ષીઓ તો સદા,
"વ્યોમ" કાયમ જીવદયા, નામ તારે માનવી;
લેખક :✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.