....." ઉત્સવો ફોનમાં ઉજવાય છે "
આમ પણ ક્યાં કોઇથી ક્યાંય જવાય છે?
ઉત્સવો પણ ફોનમાં તો ઉજવાય છે;
રાખુ હિંમત, એક ડગ પણ જો હું ભરું!
પગ ન આગળ કે, ન પાછળ ફેર્વાય છે;
સ્વાર્થ, સ્વાર્થ જ ચોતરફ ભર્યા સ્વાર્થ છે!
સ્વાર્થ આ ક્યાં કોઇથી પણ મૂકાય છે?
આજ આસ્થા ડગમગાવા લાગી ગઈ,
જો, જીવન પણ અંધશ્રદ્ધામાં જાય છે;
"વ્યોમ" ભૂલીજા બધું તું, ના થા દુ:ખી!
જિંદગી છે આમ પણ વીતી જાય છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.