....." વિસામા નથી મળતા "
ડુબી ગ્યા પછી જલ્દી કિનારા નથી મળતા;
ફરી ખીલવાનાં કો' નજારા નથી મળતા;
મળે છે જમાનામાંય જણ ચાર, ખભો દેવા,
કહું શું? કદી અમથા સહારા નથી મળતા;
સફર જિંદગીનીએ કપાઈ ખુશીમાં, ક્યાં?
હતા જે કસમ ખાવા, ઉતારા નથી મળતા;
વ્યસ્ત છે નિભાવા સૌ મિત્રો, શું જવાબદારી?
મળે જો કદીતો, એ દિલાસા નથી મળતા;
પસ્તાવો હવે શું થાય કોઈ જ જીવનમાં,
અત્યારે ન ત્યારે કોઈ નિસાસા નથી મળતા;
કરીને ભ્રમણ "વ્યોમ" વિહંગો ફરે પાછાં,
નિરાંતે શ્વસે એવાં વિસામા નથી મળતા;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.