તારી એ છેલ્લી
તારી એ છેલ્લી મુલાકાતમાં હું પણ રડ્યો હતો.
એ ચીસોને એ બુમો એ આક્રદ તે પણ જોયુ હતુ...
મારા આંસુની એ છેલ્લી બુંદ પણ તે ક્યાં જોઈ હતી?
એ રાત પણ કેટલી કાળમુખી હતી......
જ્યારે તારા વિદાઈની ઘડી આવી હતી..
તારી એ છેલ્લી મુલાકાતમાં હું પણ રડ્યો હતો...
લાગણીઓનો ભારો હવે વિખરાઈ ગયો
જે હતો પ્રેમનો દરીયો એ સુકાઈ ગયો.
તારી એ છેલ્લી મુલાકાતમાં હું પણ રડ્યો હતો...
તું આજે પણ કરજદાર છે મારી..
કેમ કે લાગણીઑ,પ્રેમ સઘળો આપ્યો હતો તમને.
લેવો નથી એ સમય કે એ લેણુ પાછું.
સમયે સમજાય તોયે ઘણું છે...
અપેક્ષાઓ અહીં કોને છે ફરી મળવાની??
જિંદગી ફરી જીવાય તોયે ઘણું છે...
તારા પર વિશ્વાસ કરી હું બની ગયો શુન્ય!!!!!
તું સર્જાઈ ગઈ ને હું બની ગયો શૂન્ય!!!
MAHENDRA