વિષય: મહિલા દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ બધાને. 🫡😘
બધાને મહિલા દિવસ ની હાર્દિક શુભકામનાઓ.😘🤩🩷🩷
હું એવું કાંઈજ નથી કહેવાની કે જે આપણે બધા જાણીએ છે, કોઈ નારીવાદી ના વિષય ની વાત તો છે નહીં.
વાત તારી છે સ્ત્રી માત્ર ને માત્ર તારી.
1.તારી ઉંમર કેટલી થઈ?
2. તારું વજન તને થોડું વધારે નથી લાગતું?
આવા અનેક સવાલો ના જવાબ આપણે આપીએ છે બીજાને.
મહિલા દિવસ નિમિતે પાર્ટી કરી આમાં ખોટું કઈ નથી પણ શું પોતાનું વિચાર્યું તમે.
માણસ ના સારા અને સુખી જીવન નો પાયો રૂપિયા કે પછી દાગીના નથી, આ છે તમારું તંદુરસ્ત શરીર જેને લીધે તમે તમારા જીવન ને ખરી રીતે માણી શકો છો.
અન્યની ટીકા જાય તેલ લેવા તમે પોતાનાં શરીર નું ધ્યાન રાખો, શરીર તંદુરસ્ત તો જીવન ધન્ય, સૌથી પહેલાં પોતાની જાત ને અંદર થી બદલો, ઇનપુટ સારું હસે તો outputs સારું મળશે.
બધી જવાબદારી સાથે થોડું પોતાના માટે સ્વાર્થી બની
પોતાનું પણ ધ્યાન રાખો.
શરીર ને તંદુરસ્ત રાખવા જરૂરી નથી કે જીમ જવું પડે છે, જમવામાં હેલ્ધી ભોજન ગ્રહણ કરો, નિયમીત રૂપે દિવસ મા એક કલાક ચાલો, તમને ડાંસ કરવો ગમે તો તે કરો, જે એક્ટિવિટી તમને ફાવે ગમે તે કરવી જોઈએ.
તો ખુશ રહો, ખુશી થી જીવન ના હરેક ક્ષણ ને માણો. 🫡🧡🫶🫰🙏
યાદ રાખો તમારો અસલી જીવન સાથી તમારું તંદુરસ્ત શરીર છે.