અહર્નિશ રહેવું મારે શબ્દના સથવારે.
અહર્નિશ રહેવું મારે અર્થ તણા વિચારે.
શબ્દ જ મારે આદિ,મધ્યને અંત હશે,
અહર્નિશ રહેવું મારે શબ્દના આવકારે.
સર્વસ્વ આપેને હરી પણ લેતો જ શબ્દ,
અહર્નિશ રહેવું મારે શબ્દ કેરા પનારે.
શબ્દે હરખને શબ્દે શોક દ્વંદ્વની દુનિયા,
અહર્નિશ રહેવું મારે શબ્દના ઉપચારે.
મૂળાક્ષરથી મહાદેવ લગી એ લઈ જતો,
અહર્નિશ રહેવું મારે શબ્દના વ્યવહારે.
અદભુત શબ્દસંપદા મારે શબ્દવિન્યાસે,
અહર્નિશ રહેવું મારે શબ્દના શણગારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.