ફાગણ માસ આવ્યો રે સખી....
ફાગણ માસ આવ્યો.
અનેક નિતનવા તહેવાર સંગે લાવ્યો.
કવિઓની મધમીઠી વાણીમાં ફાવ્યો.
ફાગણ માસ આવ્યો રે સખી....
ફાગણ માસ આવ્યો.
શિવ અને વિષ્ણુની ભક્તિને મહેકાવ્યો.
રાધા સંગ શ્યામના પ્રેમને ખૂબ સજાવ્યો.
ફાગણ આવ્યો રે સખી....
ફાગણ આવ્યો.
ભક્તિના મધુર રંગમાં ગોપીઓને નચાવ્યો.
કવિતાના શબ્દે શબ્દમાં કવિએ તેને સમાવ્યો.
ફાગણ આવ્યો રે સખી....
ફાગણ આવ્યો.
ફાગણના સર્વ તહેવારોને ફૂલોથી વધાવ્યો.
પ્રકૃતિ કેરા કણકણમાં પ્રભુએ તેને રંગાવ્યો.
ફાગણ માસ આવ્યો રે સખી....
ફાગણ માસ આવ્યો.
પરણિતાએ પતિને શંકર સંગ સરખાવ્યો.
આ પ્રેમને રચનાકારે તેની રચનામાં રચાવ્યો.
ફાગણ માસ આવ્યો રે સખી....
ફાગણ માસ આવ્યો.
❣️❣️❣️ "Rup"
#Falgun