" ખુશીઓ આજ વત્તા થઈ છે "
ખુશીઓ કેમ આજ વત્તા થઈ છે?
કે ખુદા તારાથી કોઈ ખત્તા થઈ છે;
અમે તો આપી થોડી જગા દિલમાં,
તો, હૈયા પર કાયમની સત્તા થઈ છે;
ચિપાતાં રહ્યા ખુદ એક-બીજી રીતે,
જિંદગી હવે તો બાવન પત્તાં થઈ છે;
કસમ લીધીતી મહોબ્બત ન કરવાની,
મહોબ્બત ફરીથી એમ છતાં થઈ છે;
મૂક્યો હાથ જ્યાં મેં એના હાથમાં તો,
"વ્યોમ" સુધી મશહૂર દાસ્તાં થઈ છે;
✍️... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.