આજે મળેલ એક મેસેજ:-
🌹 *SSC Board ની કંકોત્રી*🌹
|| બાપ-દાદાનું આગમન ||
મંગલમય પ્રસંગો
અમારા શિક્ષણ બોર્ડના અસીમ કૃપાથી......
શ્રીમાન ગણિતભાઈ અને અ.સૌ ગુજરાતીબહેનના સુપુત્ર ચિ.વિજ્ઞાન ના શુભ લગ્ન અંગેજી નિવાસી શ્રીમાન સામાજિક સાહેબ અને અ.સૌ હિન્દીબહેન ના સુપુત્રી ચિ.સંસ્કૃતિ સાથે સંવત ૨૦૮૦ નાં ફાગણ સુદ -૧ (એકમ) ને સોમવાર ના શુભ દિને છે. તો આ શુભ પ્રસંગે આર્શીવાદ આપવા આપ સર્વે પધારવા અમારું સ્નેહભયું નિમંત્રણ છે.
🙏 *ગણેશ સ્થાપના (મુહૂર્ત) - ગુજરાતી* 🙏
ફાગણ સુદ - ૧ ના સોમવાર.
તા. *11/3/2024* ના દિને સવારે 10:00 થી 1: 15 કલાકે.
🙏 *ભુક્કા કાઢે તેવું જમણવાર :- ગણિત ( સ્ટાન્ડર્ડ / બેઝિક )* 🙏
ફાગણ સુદ - ૩ના બુધવાર.
તા. *13/3/2024* ના દિને સવારે 10:00 થી 1: 15 કલાકે.
🙏 *કંઇ ઘટે નહીં તેવા દાંડિયા રાસ:-સામાજિક વિજ્ઞાન* 🙏
ફાગણ સુદ - 5 ના શુક્રવાર.
તા. *15/3/2024* ના દિને સવારે 10:00 થી 1: 15 કલાકે.
🙏 *ચહેરાના હાવભાવ બદલે તેવી હલ્દી :-વિજ્ઞાન* 🙏
ફાગણ સુદ - ૮ ના સોમવાર.
તા. *18/3/2024* ના દિને સવારે 10:00 થી 1: 15 કલાકે.
🙏 *વરરાજાનાં વધામણાં :- અંગ્રેજી* 🙏
ફાગણ સુદ - ૧૦ ના બુધવાર.
તા. *20/3/2024* ના દિને સવારે 10:00 થી 1: 15 કલાકે.
🙏 *મોંઘેરી વિદાય :- સંસ્કૃત / હિન્દી* 🙏
ફાગણ સુદ - ૧૩ના શુક્રવાર.
તા. *22/3/2024* ના દિને સવારે 10:00 થી 1: 15 કલાકે.
🙏 *ટહુકો* 🙏
દુનિયા રંગીન છે. અહિયાં રંગોની ક્યાં કમી છે.
ખીલીયાં છે ફૂલો ભાગમાં તો ફૂલોની ક્યાં કમી છે.
લગ્ન છે. શિક્ષણ બોર્ડના આંગણે તો સ્વજનોની આર્શીવાદની ક્યાં કમી છે
તો લગ્નમાં જલૂલ જલૂલ આવજો....
અવસર છે આનંદનો ...
હર્ષને રોકશો નહીં....,
લગ્નમાં આવવાનું ભૂલશો નહીં....
નોધ :- ચિઠ્ઠી પ્રથા બંધ છે.
અમારાં શિક્ષકોના આર્શીવાદથી અમે લગ્નમાં જવા માટે તૈયાર છીએ...
🙏 *ક્ષમાયાચના* 🙏
ટૂંક સમયના અભાવે આપનું વ્યકિગત મિલન અશક્ય બન્યુ હોય તો આ કુમકુમપત્રિકાને ( *હોલટીકીટ સાથે* ) માન આપી મળ્યાતુલ્ય સમજી અવશ્ય પધારશોજી.
🙏 *નિવાસ સ્થાન (સ્થળ)* 🙏
શિક્ષણ બોર્ડ એ નક્કી કરેલ જુદી જુદી શાળા કેન્દ્દો
ભુક્કા કાઢી નાંખે તેવું રિસેપ્શન :-
*પરિણામ