જીંદગીની પળ તમે માગી હતી..
જીવવાની આશ ત્યાં ભાંગી હતી...
એક ઝીણી ક્ષણ મને વાગી હતી..
એજ ક્ષણમાં જીંદગી ત્યાગી હતી...
સુઇ ગયાતા આજ અરમાનો હવે..
કોણ જાણે, ઝંખના જાગી હતી...
સૌ અમારા દૂર થ્યા પળ વારમાં..
આમ આ દુનિયા હવે બાગી હતી...
છોડવાનું કોઇ કારણ ક્યાં હતુ..
બસ હવે ફકિરી "હરી"ને લાગી હતી..
- હરેશ ચાવડા ❝ હરી ❞