આ જિંદગી છે,
અહી રોજ તમે અથડાશો-પછડાશો,
કંઈક નાના-મોટા અકસ્માતો થશે,
અને પછી ફરી તમને જીવવા બેઠા કરશે,
આ જિંદગી છે,
અહીં રોજ તમે પડશો-ચડશો,
વાગશે-ઘવાશે અને છોલાશે,
અને પછી ફરી દોડાવશે તમારી મંઝિલ તરફ,
આ જિંદગી છે,
અહીં રોજ ઘા લાગશે અને મલમ લાગશે,
અને મોકલશે જિંદગી કોઈને તમારા જખમ રુઝાવવા,
આ જિંદગી છે,
અહીં રોજ કંઈક મનમાં સવાલ સળગશે-બુઝાશે,
અને શાતા વળશે મનને જવાબ મળ્યાની,
આ જિંદગી છે,
રડાવશે-હસાવશે,
અને તો પણ તમને જીવાડશે!