આ જિંદગી છે કે રાજકારણ?
અહીં રોજ નવી રાજનીતિ બને છે,
અને પછી પોતાના જ વિરોધી પક્ષ જેમ વર્તે છે,
જો રાજકારણ છે જિંદગી,
તો પછી અહીં કોની પાસેથી મત માંગવાના છે,
અને કઈ સરકાર બનાવવાની છે?
અને કોની સામે ચૂંટણી લડવાની છે?
અહીં ઘડે છે પોતાના જ લોકો સામે એવું ષડયંત્ર,
જાણે હોય કોઈ વરિષ્ઠ રાજનેતા,
અને અંતે પોતાના સામે જ રમીને રાજકારણ,
એમની સામે જીતીને પણ હારવાનું જ છે!