Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું વાદળ થઈને વરસે તો ગમે.
દીનહીન કાજે ખરચે તો ગમે.

ના લપાવું કે છૂપાવું તને શોભે,
તું સાવજ થૈને ગરજે તો ગમે.

કરી છૂટ કૈં માનવતા હોય જેમાં,
ઊભો રહે સત્ય પડખે તો ગમે.

પરમેશ પામવાનું લક્ષ્ય આપણું,
દરશન પામવાને તરસે તો ગમે.

નથી થવાનું દેવ તારે પૂજાવાને,
માણસ તરીકે ઓળખે તો ગમે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111919593
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now