...." કશું માંગીશ નહીં "
હવે, તારી પાસે હું કશું માંગીશ નહીં;
વારંવાર તારા દ્વાર પર હું આવીશ નહીં;
હાથ જોડયા ને મેં ફેલાવી પણ જોયા,
હવે હાથ તો શું, શીશે નમાવીશ નહીં;
તું આપે કે ના આપે એ છે તારી મરજી,
હું કરીશ લાંબો હાથ, એ વિચારીશ નહીં;
જિંદગી આપી તો શું સદા કરગરતો રહું ?
ડરી ડરીને હવે જીવન વિતાવીશ નહીં;
મોત પણ આવે તો ભલે આવતું "વ્યોમ"
પણ આજીજી કરી તને શરમાવીશ નહીં;
✍️... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.