....." ભટક્યા કરું છું "
ઉજાસની જ આશમાં ભટક્યા કરું છું.
અધ્ધ ખુલા આકાશમાં ભટક્યા કરું છું.
મળશે સાથ મને મારા જ પડછાયાનો,
એટલે જ અજવાસમાં ભટક્યા કરું છું.
દિવસો પણ ક્યાં વિત્યા હજુ જુદાઈનાં?
મિલનનાં જ આભાસમાં ભટક્યા કરું છું.
હૃદયમાં નહીં તો, બસ રહું નિગાહોમાં,
બસ, એ જ પ્રયાસમાં ભટક્યા કરું છું.
કઈ સફર? કઈ મંજિલ? જાઉં છું ક્યાં?
જિંદગીના જ પ્રવાસમાં ભટક્યા કરું છું.
લઈને ખ્વાહિશ બસ એક મુલાકાતની,
લેવાતાં હરેક શ્વાસમાં ભટક્યા કરું છું.
અરે આ હેડકીનું કારણ શું છે? "વ્યોમ"
શું કહું? કયા વિશ્વાસમાં ભટક્યા કરું છું?
✍️... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.