આ જગતનું સૌથી કઠીન યુદ્ધ ક્યુ?
નીજમન સાથેનું!
શસ્ત્રોથી લડવાનું હોય તો જીતી શકાય,
પણ અહીં તો અશસ્ત્ર જ લડવાનું છે,
અહીં કોઈ જીતતું નથી,
કે હારતુ પણ નથી,
અને તેમ છતાં લડવાનું છે,
આ યુદ્ધની પીડા ન તો કોઈને કહેવાય છે કે ન તો સહેવાય છે,
ન તો આ યુદ્ધનો કોઈ ઈતિહાસ લખાય છે કે ન તો વિરામ પામે છે,
અને જો વિરામ પામી પણ લે,
તો એ જ થોડાક દિવસ પછી ફરીથી કોઈ નવી બાબત પર યુદ્ધ છેડાઈ જાય છે,
અહીં ન તો કોઈની હત્યા થાય છે,
કે ન તો કોઈ ઘવાય છે,
બસ એક પ્રકારે ખુદ પર થતું ખુદ દ્વારા શોષણ લાગે છે,
બીજા દ્વારા થતા શોષણની તો ફરિયાદ પણ કરી શકાય ન્યાયાલયમાં,
પણ આની ફરિયાદ?
કોણ સાંભળશે આની ફરિયાદ?
કયા ન્યાયાધીશ આપશે આનો ચુકાદો?
મૈત્રી બારભૈયા