અત્યારે જ્યાં જુઓ ત્યાં અવનવા ડે નો ક્રેઝ વ્યાપ્યો છે મને સવાલ એક જ થાય કે પ્રેમ નો તો કોઈ દીવસ થોડો હોતો હશે સાહેબ પ્રેમ તો એકવાર જેની સાથે થઈ ગયો એ થયો પછી કદાચ એનાથી અતિસુંદર પાત્ર પણ દિલના દરવાજે દસ્તક દે તોય દિલ માં જગ્યા તો દૂર બારણું પણ ન ખુલે પેટ ભરાય ગયા છતાં જો તમને બીજા ની થાળી પર નજર પડે તો ભૂલ તમારામાં હોય પીરસનાર માં નહિ અરે આજના જનરેશને તો પ્રેમ ને વાસના ને એક લાઈનમાં મૂકી દીધા પ્રેમ જેને કરો એને જેવા છે એવા જ અપનાવી શકવા ની ત્યારી હોય તો જ કરો પ્રેમ કરવો થઈ જવો અપનાવવો પસંદ આવવો ખૂબ સહેલો છે અઘરો તો ત્યારે પડે જ્યારે વારો નિભાવાનો આવે સારા સારા પાછા પડી જાય ટૂંકમાં એટલું જ કહેવું છે પ્રેમ ના કોઈ દિવસ ન હોય મિત્રો સાચા પ્રેમ માટે તો આખું જીવન ઓછું પડે...😊👍🏻