....." ચાલ્યાં ગયાં "
જિંદગી તો ઝહેર કરીને ચાલ્યાં ગયાં;
પાછાં, કહે છે મ્હેર કરીને ચાલ્યાં ગયાં?
છીનવી લીધું 'તું સુખ, ચેન ને હૃદય પણ!
માથે કાળોકેર વરતાવીને ચાલ્યાં ગયાં;
લાગણીઓમાં અમે ધરી દીધું 'તું હૃદય,
એ દુઃખ-દર્દનો ઢેર ધરીને ચાલ્યાં ગયાં;
ચાલ્યાં હતાં જે પ્રણયપથ પર સંગાથે,
આજ એ ઠેરના ઠેર મૂકીને ચાલ્યાં ગયાં;
"વ્યોમ" પણ હવે તો લાગે છે સૂનું સૂનું,
ને જીવનમાં અંધેર ભરીને ચાલ્યાં ગયાં;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.