તારી યાદ આવે છે !😌
કેમ કહું તને કે તારી યાદ આવે છે,
રહી રહીને હોઠે ફરિયાદ આવે છે.
શું ના થાય તને કે મળવું જોઈએ ?
મને કેમ ઉમળકો વારંવાર આવે છે!
વિચારોમાં ખોવાઈ હસ્યા કરું છું,
જ્યારે ચહેરો નજર તારો આવે છે.
હોય ચોમાસું તો સમજી શકાય છે,
અહીં તો ભરઉનાળે રેલ આવે છે !
લાગણી નો પહેલો અહેસાસ એ – પ્રેમ
તને વિચારી તને જ લખ્યા કરું છું!
જો શબ્દમાય પ્રેમની હેંક આવે છે.
સમજીને પણ તું નાસમજ બને છે !
બોલને ! મળવા મને ક્યારે આવે છે?
❤️Miss you so much pagal ❤️