સાંભળ ને!
જયારે મને એમ થાય ને કે
હવે મારાથી આ નહીં થાય.
ત્યારે તું બસ એટલું કહેજે કે
કેમ નહીં થાય?
થશે! જરૂર થશે.
હું છું ને !
પછી હું એ કામ પૂરું જ કરી દઈશ.
હું દરિયો પાર કરી દઈશ.
દરેક મુશ્કેલી સામે લડી લઈશ.
મોટાં મોટાં દુઃખ પણ સહી લઈશ.
જિંદગી હરખીને જીવી લઈશ.
"મીરાં"બસ એટલું ચાહે છે કે
સમય મળે કહેતો રહેજે કે
"હું છું ને!"
ચૌહાણ ભાવના "મીરાં"
સાવલી.
૩૦/૧/૨૦૨૪
-Bhavna Chauhan