...." એમને જોયાં હતાં "
કેમ ભૂલું? પહેલી વાર જ્યારે એમને જોયાં હતાં!
સૂરજની પહેલી કિરણે સવારે, એમને જોયાં હતાં!
અપલક નજરે નિહાળતો રહ્યો હતો એમનું મુખડું,
ને બીજાં કરતાંય અમે વધારે, એમને જોયાં હતાં!
દૂર નથી થાતું એ દ્રશ્ય આજ પણ નજરની સામેથી,
લટોને સહેલાવતાં ઘરના દ્વારે, એમને જોયાં હતાં!
ચમકી ઊઠી હતી પરોઢિયે શબનમી બુંદો સુમન પર,
પણ, અમે ચમનના હર નજારે, એમને જોયાં હતાં!
કહ્યું કંઈ નહીં, બસ હસીને એ ચાલી નિકળ્યાં "વ્યોમ"
પછી તો, રોજ સપનાના સથવારે, એમને જોયાં હતાં!
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર