રણશીંગુ ફુંકાણુ ભાઈ રણશીંગુ ફુંકાણુ
આખાય દેશમાં,ગલી ગલીમાં એ ફુંકાણુ
એવું તો ફુંકાણુ બાબુઓની નિંદર નાઠી
ગામે ગામ ગ્રાન્ટની ચુકવણી થવા માંડી
બાકી રહેલા કામોની બોલબાલા ચાલી
ઠેકેદારોના સરકારી ઓફિસમાં ધામા
જાણે કે જાનૈયાઓના મનામણા
ફરીથી મળે કે ના મળે ખાવા માવા ?
મારા દેશમાં ચુંટણીનું રણશીંગુ ફુંકાણું