#Ram
*શ્યામા ને રામા*
કાનજી કાળા રે લાગે ઈ રૂપાળા રે
રામજી લાલા રે શ્યામ રંગમાં શોભે રે
વૃંદાવન મથુરા વાળા રે હેં બંસી વાળા રે
અવધ ના લાલા રે રામ ધનુષ્યધારી ર
ત્રેતાયુગના રામા રે મર્યાદા પુરુષોત્તમ રે
દ્વાપરયુગનાં કનૈયા રે મોરલી વાળા રે
સંસારના દુઃખ હર્યા રે શ્યામા ને રામા રે
કહે નર પ્રભુને રે વંદન મારા સ્વીકારો રે
નારાણજી જાડેજા *"નર"*
ગઢસીસા હાલ મુન્દ્રા