#vasmu_to_lage_ne #વસમું_તો_લાગે_ને
વસમું તો લાગે ને...
જ્યારે સ્વપ્નો પળભર માં ડૂબી જાય,
ત્યારે વસમું તો લાગે ને...
જ્યારે લાગણીઓ રમત રમત માં તૂટી જાય,
ત્યારે વસમું તો લાગે ને...
જ્યારે પોતાના વહાલા, પારકાના થઈ જાય,
ત્યારે વસમું તો લાગે ને...
જ્યારે પ્રેમમાં મળેલી સુગંધ, ગંધહીન થઈ જાય,
ત્યારે વસમું તો લાગે ને...
જ્યારે ગુલાબ ની અપેક્ષા કાંટા માં ફેરવાઈ જાય,
ત્યારે વસમું તો લાગે ને...
જ્યારે પંથ ની રાહ માં "રાહી" સુકાઈ જાય,
ત્યારે વસમું તો લાગે ને...
- "રાહી" ડોલી દાવડા ❣️