ખુદ ને ભૂલી ગઈ
યાદ રહ્યું બધું મને પણ
પરિવાર ની પરોજન માં
ખુદ ને ભૂલી ગઈ
બધાનું ધ્યાન બહુ સારી રીતે રાખું
વરો આવ્યો જ્યારે મારો તો
ખુદ ને ભૂલી ગઈ
બાળકો ને ભણાવ્યા ગણાવ્યા પણ
જીવનરૂપી અભ્યાસમાં હું
ખુદ ને ભૂલી ગઈ
વડીલો ની તબિયત બહુ સારી રીતે સાચવી
પણ મારી તબિયત વખતે હું
ખુદ ને ભૂલી ગઈ
ઘર ને શણગાર્યું મે મહેલ જેવું
પણ મારા દેહ ને શણગારવા હું
ખુદ ને ભૂલી ગઈ
પતિ ને પ્રેમ કર્યો દિલોજાન થી
પણ સ્વપ્રેમ ની વાત માં હું
ખુદ ને ભૂલી ગઈ
સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા મે બધાને
પણ એનો સ્વાદ માણવામાં હું
ખુદ ને ભૂલી ગઈ
બધા કે છે નારી ત્યાગ અને સમર્પણ ની મૂર્તિ કહેવાય
જો આ વાત સાચી હોય તો
અફસોસ નથી ભલે હું
ખુદ ને ભૂલી ગઈ☺️