તું ખાલી યાદ તો કર!
શિયાળાની સવાર માં તને અનુરૂપ
થાય એવી સોનેરી ધૂપ થઈને મળીશ
ઉનાળા ની બપોર માં તને ઠંડક
આપે તેવો શીતળ
પવન થઈને મળીશ
ચોમાસા ની સાંજે તરવાંતર ને
ભીંજવી દે એવો
રુમાની વરસાદ થઈને મળીશ
મદુર રાત્રિ માં તને કદી ન
ભૂલાય એવું યાદગાર
સ્વપ્ન થઈને મળીશ
તું ખાલી યાદ તો કર
તારા હોઠ પર એક
હળવું સ્મિત થઈને મળીશ.