Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધ સાચવવાને કોઈકવાર આવતા રહેજો તમે.
આપ્તજન જાણી દિલની વાત કહેતા રહેજો તમે.

છેટા છો આપ અમારાથી એ વાત તો સાવ સાચી,
પણ સ્મૃતિની પરસાળે કદીક ટહેલતા રહેજો તમે.

વણલખી લાગણી વહેતી રહે પરસ્પર વાતચીતમાં,
ઉરની શબ્દસ્થ દાસ્તાનને સાંભળતા રહેજો તમે.

આવો તમે તો અમને પણ ' ભીનુંભીનું ' લાગે નિરંતર,
સૂકા વેરાન રણમાં આશાતરુ રોપતા રહેજો તમે.

હળવા થઈએ હરપળે ઊભય વાત કરીને અંતરની,
શીતળ,મંદ, સુગંધી અનિલ થૈને વહેતા રહેજો તમે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111908863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now