સૌંદર્યને સુગંધનો સમન્વય ગણાય છે ફૂલ ગુલાબનું.
પ્રકૃતિની માનવીને મળેલ ભેટ મનાય છે ફૂલ ગુલાબનું
કાંટાઓની વચ્ચે હોય છે એ કેટલું મંદમંદ મુસકાતું,
અવરોધની વચ્ચે હસતા રહેવું શીખાય છે ફૂલ ગુલાબનું.
પ્રેમીઓનું મંગલાચરણ જેના માધ્યમ થકી થતું સદા,
બે માનવહૈયાંને એક કરીને હરખાય છે ફૂલ ગુલાબનું
ભ્રમર અને પતંગા પણ તેના દર્શને જાણે તૃપ્ત થતા,
બાગ બગીચાની એ ઉપલબ્ધિ લેખાય છે ફૂલ ગુલાબનું.
કરમાતાં પણ એ કામ આવનારું ઔષધિ ગુણ થકી,
કદી પ્રભુના કંઠે હાર બની આરોપાય છે ફૂલ ગુલાબનું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.