Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છૂટે નહિ વિષયવિકાર, માળાના મણકા ઘસ્યા.
આવે ના મન સદવિચાર, માળાના મણકા ઘસ્યા.

ના જાગે લાગણી મા- બાપમાં સેવા કરવા તણી,
નામસ્મરણ કેવળ ઉચ્ચાર, માળાના મણકા ઘસ્યા.

ના છૂટે લોભલાલચની બલા જેનું ગળે વળગણ,
દાનધર્મના ના હોય આચાર,માળાના મણકા ઘસ્યા.

હરિવર રહેતો છેટો આપણાથી જો આડંબર હોય,
કૃપા ક્યાંથી કરે કિરતાર? માળાના મણકા ઘસ્યા.

અગનગિરા મુખથી નીકળતીને ના સુધરે વ્યવહાર,
ના દરિદ્રમાં ઈશના દીદાર, માળાના મણકા ઘસ્યા.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111908525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now