# વળતર #
કલ્યાણી હમેશા તેમની નોકરી કરતી વહુને એમ કહેતા રહેતા કે, વહુ અને દીકરાએ તો સાસુ-સસરાને બધી જ રીતે મદદ કરવી જોઇએ. કાંઇ સાસુ-સસરા તેમનું પૂરું ના કરે. આ સાંભળી હમેશા મનમાં મૂંઝાતી વહુ કઇ જવાબ ના આપે. બસ તેના પતિ સાથે તેની ફરીયાદ કરતી.
વર્ષો વીતતા તેના પતિને પત્નીની મનોદશા સમજાણી અને જયારે તેઓ સ્વતંત્ર પોતાના નવા ઘરમાં રહેવા માટે જઇ રહ્યા હતા ત્યારે ઘરમાંથી એકપણ વસ્તુ તેમના સાસુએ ન આપી. વહુ તે વાતથી જરા પણ દુઃખી ન થઇને ઘરના રોજીંદા વાસણો પર નજર કરે છે ત્યારે તેના પર તેના દાદા સસરાનું નામ વાંચવા મળે છે.
- પાયલ ચાવડા પાલોદરા