International Men's Day Special
એને રડતો નથી જોયો મેં પણ એ વેદનાની સંવેદનાને કોઈ બંધ કરેલ નળની અંદર સચવાયેલા પાણીની જેમ રાખી મૂકે છે અકબંધ.. પોતાની ઈચ્છા,અપેક્ષા અને ઓરતાં નો હિસ્સો તેને મન એટલો જ છે જેટલો તેને પેહરેલા જિન્સની અંદર નાનકડાં ખિસ્સા નો હિસ્સો હોઈ નજીવો..અને આમ કંઈ બહુ ખાસ પ્રાધાન્ય તેનું નહિ..પ્રધાન ખિસ્સું તો હ્રદયને વળગેલું સર્ટ સાથે ચીપકી ને જીવતું હોઈ અને આ પુરુષ જાતિ તેના હ્રદયમાં વસતાં તેના સ્નેહીઓને જોઇને જીવતી હોઈ...આખા દિવસ ગધેડાની જેમ મેહનત કરતો પુરુષ પોતાની માં ના આવકાર માં પોતાના થાકને ઉંબરે ભૂલતો આવે...એની ભાભી વ્હાલથી જમાડે ત્યારે મનોભાર ક્ષીણ થઈ પડે પત્નીનો સ્નેહ - સમજ - વિશ્વાસ તેને જીવવાની કમાવાની ગતિ આપે છે..પોતાના બાળકોનું સ્મિત તેના ચહેર પરની સમસ્યાઓ પર પ્રમિનેટ મેકઅપ કરી નાખે..પિતાની વૃદ્ધ આંખમાં ચમક જોઈ તેને કંઇક બન્યાનો આનંદ ઉગી નીકળે છે.. એક પુરુષ તેના જીવનના કેટલા બધાં વર્ષો પોતાના પરિવાર માટે ખર્ચ કરી નાખે અને એની ઝંખના મોટાભાગે એવી જ હોઈ કે મારા સ્નેહીઓના ચેહરા પર સદાઇ સ્મિત રહે ..એ સગવડવાળું ઘર લેવાના સતત મથતો હોઈ છે જે ઘરની અંદર સૌથી ઓછો સમય એને ગાળવાનો હોય.. ઘણી બધી વાતો તે કહેતો નથી વર્તવા દેતો નથી કે બહુ વધુ ચર્ચા કરતો નથી..પણ કોઇના ઉદાસ ચહેરાથી એને ફર્ક પડે છે..કોઇના આંસુથી એ પણ અંદર રડે છે એને પેહલે થી આમાં બાહ્ય ટાપટીપને આગ્રહ જ નથી એટલે મેકઅપ એ કરતો નથી અને કોઈની સામે જલ્દી પોતાની જાત ધરતો નથી.. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શુભકામનાઓ...🌸✨ દરેક પુરુષને વંદન અને અભિનંદન જેમ સ્ત્રી બનવું એની ભૂમિકા નિભાવી કઠિન છે તેમ પુરુષ તરીકે જીવવું પણ કઠિન જ..
समेट कर रखे हुए उसके ढेरों जज़्बात
अक्सर क्रोधित हो कर गाली गलोच कर के
लोगो के सामने निकाल देता वो
और सब कहते बड़ा निष्ठुर बंदा है ।
_હિરલ બ્રહ્મક્ષત્રિય "હીર"🌼
#Internationalmen 'sday #blissful
#wordpress #blogger