અનહદ પ્રેમની અપાર વેદના
માણહ સિવાય અન્યોની હોય સંવેદના
અનહદ પ્રેમની અપાર વેદના
એકમેકથી ચડીયાતા થવા કરતા નીતનવી પ્રવૃતિ
પણ જવાબદારી ના પોટલાં ક્યાં લેવા દે છે નિવૃત્તિ?
અનહદ પ્રેમની અપાર વેદના
કોઈને લગાડવા સારુ કરતા ઘડીકના વાયદા
નિર્દોષ નેજ દોષી ગણતા આ સબન્ધના કાયદા
અનહદ પ્રેમની અપાર વેદના
સબન્ધોની માયાજાળમાં ભોળા જતા ભરાઈ
જુઠાઓની જમાતમાં થતી એમની બુરાઈ
અનહદ પ્રેમની અપાર વેદના
બોલી મીઠાં વ્હેણ પેલા સૌ ભોળવતા
સ્વાર્થ પૂરો થતા આપણા માથે બધું ઢોળતા
અનહદ પ્રેમની અપાર વેદના
સત્યનો થતો વિજય બદલાય ગમે તેટલી સદીઓ
ખાબોચિયા જાણે છલકાવાનું જયારે વહેતી રહેતી નદીઓ
અનહદ પ્રેમની અપાર વેદના
સત્યને જૂઠું સાબિત કરતા જે નહીં ઘબરાતા
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ પાપના ઘડા ત્યારે ઉભરાતા
અનહદ પ્રેમની અપાર વેદના