ખોટું કરીને કેટલો હરખાય છે માનવી.
અંતે એ પેટભરીને પસ્તાય છે માનવી.
માણસ માણસને છેતરીને રાજી થાય,
પણ ઉપરવાળાને એ દેખાય છે માનવી.
બીજાને છેતરનારો ખુદ છેતરાઈ જાય,
કર્મવ્યવસ્થાથી ના બાદ થાય છે માનવી.
ભોળાંને મૂર્ખ સમજવાની ભૂલ ના કરો,
ઈશ્વરથી એનું ક્યાં કદી સંખાય છે માનવી.
આજ કરીને કાલ પામવાનો કર્મસિદ્ધાંત,
એ ભૂલી માત્ર નામે ઓળખાય છે માનવી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર