હું સર્જન કરું છું. .
હું સિંચન કરું છું..
શું તુલના તારી અને મારી..?
હું દેવી ના અવતાર સમી એક નારી છું..
હું ખુદ જ અંબા છું.. જગદંબા છું..
કાળી અને મહાકાળી છું..
શિવ ની શક્તિ છું..
આદ્ય શક્તિ પણ હું જ છું..
અસુરો નો વધ છું..
હા.. હું પોતે જ નવદુર્ગા છું..
એક હાથ માં કમળ છે મારા..
પણ, ત્રિશૂળ પણ ઉપાડું છું..
ચૂંદડી ઓઢી માથે મે..
પણ સિંહ ની સવારી જાણું છું..
બંગડી પેહરી આભૂષણ મા..
પણ, રણચંડી પણ હું જ છું..
હું સર્જન કરું છું.
હું સિંચન કરું છું.
શું તુલના તારી અને મારી..??
હું દેવી ના અવતાર સમી એક નારી છું...
Dedicated to all lovely Ladies 🙏❤️😘