હું વૃંદાવનની વાટ થી અજાણ્યો ને,
નથી જોયો મેં તમારો દેશ દ્વારકાધીશ.
તમારાં દર્શન માટે ઝંખી રહ્યો ને,
એ વાત તમારાં શિવાય કોને કહીશ.
મનમાં મોહન એમ પણ થાય છે ને,
એક્વાર તો મારાં હરિનાં ચરણે જઈશ,
તમારાં ભક્તોને તમે સામે આવ્યા ને,
કઈ નહિ તોય પ્રસાદી દર્શનની લઈશ .
પ્રભુ તમારાં નામથી પર નહીં કોઈ ને,
નર ને હૈ કિશન એ અવસર ક્યારે દઈશ.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા કચ્છ
હાલ મુન્દ્રા કચ્છ