વાલમ.
તારાં વહાલ વરસાવતાં વેણે વીંધાઈ હું તો વાલમ.
મધમીઠા શબ્દો સાંભળતાં હરખાઈ હું તો વાલમ.
અણિયાળી આંખે કીધું કામણ કેવું અદભુત આજે,
નીખરતાં રૂપયૌવન થકીને અકળાઈ હું તો વાલમ.
જાદુટોના જેવી તારી અસર મન પર કબજો જમાવે,
સ્મિત હોઠેને નાજુક અદાથી મલકાઈ હું તો વાલમ.
સાવ હરાઈ ગયું મન મારું પરવશતા પામી ગૈ કેટલી,
પ્રેમાબ્ધિમાં સંતૃપ્તિને વિયોગે વલખાઈ હું તો વાલમ.
શબ્દસ્થ હતો તું ગઈકાલેને આજે થઈ બેઠો ઉરસ્થ,
અશ્રુ ખૂટ્યાં, શબ્દો તૂટ્યાને હકલાઈ હું તો વાલમ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.