કુમકુમ પગલાં કરતાં આવો
વાય શ્રધ્ધાના શરદ વાયરા
ડાકના ડાકલાં વગાડતા આવો
દર્શનથી જીવન થાય ન્યારા
હાથે ત્રિશૂળ ફેરવાતા આવો
ભજે ભક્તો નામ તમારાં પ્યારા
ખડગના ખમકારે તમે આવો
આભમાં વીજના થાય ચમકારા
નોરતાની રાતે રમવા તમે આવો
આંખના થંભી જાય ભલે પલકારા
ચોસઠ જોગણી તમે આવો ને
કહે નર સંભળાય તમારાં ભણકાર
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કચ્છ