દિલમાં તું વસે, આંખોમાં તું રહે;
પ્રેમ તને કેમ ના કરું? એ તું કહે;
જામી છે ભીડ આસપાસ ઘણીય,
પણ દિલ છે કે ફક્ત તને જ ચહે;
તારા જ ખયાલોમાં ધડકે છે દિલ,
ચાહત બનીને તું જ રુધિરમાં વહે;
પળ ભર દૂર ના રહી શકું તારાથી,
તો દિલ વિરહ તારો કેમ કરી સહે;
ક્યારેક ખુશીથી તો ક્યારેક દુઃખમાં,
આંખો "વ્યોમ" જેમ હરદમ વરહે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર