.....ફરીયાદ તારી
રેત માફક હાથથી સરી રહી છે ક્ષણો;
એક ઊંડી આહ ભરી રહી છે ક્ષણો;
ગામ, પાદર, તળાવ અને એક વડલો,
બાળપણની યાદોં સમરી રહી છે ક્ષણો;
વળી ગયા પાછા પગ આજ એ ગલીથી,
ફરીયાદ તારી કેટલીએ કરી રહી છે ક્ષણો;
જોયો 'તો કદી પ્રેમનો સાગર આંખોમાં,
નજર સામે એ ટળવળી રહી છે ક્ષણો;
મૃગજળે લાગે ગંગાજળ સમાન "વ્યોમ"
આજ અસ્થિ બનીને તરી રહી છે ક્ષણો;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર