નવરાત્રી એટલે આદ્યશક્તિની આરાધનાનો રૂડો અવસર
નવરાત્રીના પાવન દિવસો એ આદ્યશક્તિની આરાધના કરવાનો રૂડો અવસર છે. આ દિવસોમાં શક્તિની ઉપાસના કરવાથી મનના વિકારો ટળે છે ને જગત જનનીની કૃપા આપણા પર ઉતરે છે. આ દિવસોમાં આદ્યશક્તિના કોઈપણ રૂપની આરાધના આપણે સાચા મન, વચન ને કર્મથી કરીએ તો ચોક્કસ આપણા મનોરથ સિદ્ધ થઈ શકે.
નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં આપણે નકોરડા ઉપવાસ કરીએ, એકટાણું કરીએ કે એવું કશું શક્ય ન બને તો પણ માતાની આરાધના સાચા હૃદયના ભાવથી કરીએ તો પણ માતા આપણા સંકટ હરે છે ને આપણને સાચો રાહ બતાવે છે. આ દિવસોમાં પ્રગટતી સકારાત્મક ઊર્જા આપણાં ચિત્તની શુદ્ધિ કરે છે. સાથે સાથે આપણા જીવનને ઊર્જાવાન બનાવે છે. જો સાચા અંતઃકણપૂર્વક માતાની આરાધના કરવામાં આવે તો આ નવ દિવસો આપણા જીવનમાં નવો ઉમંગ લાવી શકે, માતાની ભક્તિના રસમાં જો આપણે લીન થઈ શકીએ તો આ નવ દિવસો પછી આપણો નવો જન્મ જ થયો હોય તેવું અનુભવી શકાય.
✍️________!!