હિસાબ શું રાખવો ?
સમયના નિરંતર પ્રવાહમાં,
આપણાં થોડાક વર્ષોનો….
હિસાબ શું રાખવો ?
ભરીભરીને આપ્યું છે જિંદગીએ,
જે ન મળ્યું, તેનો….
હિસાબ શું રાખવો ?
આવનાર હરેક દિવસ પ્રકાશમાન છે,
ત્યારે રાત્રિના અંધકારનો….
હિસાબ શું રાખવો ?
આનંદની બે ક્ષણ કાફી છે - જીવવા માટે,
ઉદાસીની ક્ષણોનો….
હિસાબ શું રાખવો ?
મધુર યાદોનો ખજાનો છે હ્રદયમાં,
દુઃખદાયક વાતોનો….
હિસાબ શું રાખવો ?
મળ્યાં છે ફૂલ કેટલાં સ્વજનો પાસેથી,
કાંટાના જખમનો….
હિસાબ શું રાખવો ?
જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ,
તો મળવા, ન મળવાનો….
હિસાબ શું રાખવો ?
કઈંક તો સરસ છે જ, હર કોઈમાં,
થોડીક ખરાબીનો….
હિસાબ શું રાખવો ?