નાતજાત, ઊંચ નીચ બધું આજના વખતમાં પ્રસ્તુત નથી પણ જે લોકો પૈસા લઈને કામ માં વેઠ મારે છે, જરૂર કરતાં વધુ પૈસા લે છે , ખોટી રીતે છેતરીને પૈસા ભેગા કરે છે, અન્યને પોતાના કોઈ સ્વાર્થ માટે પરેશાન કરે છે એને નીચા સ્તરના ગણવા. તેમનાથી દૂર રહેવું.
ખોટી રીતે કમાયેલી આવક સહેલાઈથી બીજે ખર્ચાઈ જાય છે, મોટે ભાગે જીવન કાળ સુધી રહેતી નથી. પરસેવાની આવક ખરચતાં લોકો વિચાર કરે છે અને એ મોટે ભાગે સ્થિર રહે છે.