*યાદ રાખવા જેવી ઉપયોગી વાતો*
*૧. ઘઉં ખાવાથી શરીર ફુલે, જવ ખાવાથી ઝુલે. મગને ચોખા ના ભૂલે તો, બુદ્ધિ બારણાં ખુલે...*
*૨. ઘઉંને તો પરદેશી જાણું, જવ છે દેશી ખાણું, મગની દાળને ચોખા મળે તો, લાંબુ જીવી જાણું .*
**૩. ગાયના ઘીમાં રસોઈ રાંધો, શરીર મજબૂત બાંધો, તલના તેલની માલીશથી. દુખે નહીં એકેય સાંધો...*
*૪. ગાયનું ઘી છે પીળુ સોનું, મલાઈનું ઘી ચાંદી, વનસ્પતિ ઘી ખાઈને, સારી દુનિયા માંદી*
*૫. મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય, તો માણસ ઉઠાળું માંદુ...*
*૬. ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય, રોજ પલાળી જો મને ખાય, તો ઘોડા જેવા થાય*
*૭. રસોઈ રાંધે પીત્તળમાં, ને પાણી ઉકાળે તાંબુ, ભોજન કરવું કાંસામાં, તો જીવન માણે લાંબું...*
*૮. ઘર ઘરમાં રોગના ખાટલા, ને દવાખાનામાં બાટલા, ફ્રીજના ઠંડા પાણી પીને, ભૂલી ગયા છે માટલાં*
*૯. પૂર્વ ઓશિકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય, પશ્ચિમે ચિંતા ને ઉત્તરે હાનિ કે મૃત્યુ થાય...*
*૧૦. ઉંધો સુવે અભાગિયો, છતો સુવે રોગી, ડાબા તો સહુ કોઈ સુવે, જમણા સુવે યોગી...*
*૧૧. આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનું શું કામ, આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના છે જામ...*
-પિયુષ ધામેલિયા #kalki #guru