મૌનની ભાષા હવે સમજી શકો તો સારું.
શબ્દોની ભાષા હવે ભૂલી શકો તો સારું.
શરીરનેય પોતાની એક ભાષા છે આગવી,
દેહનાં પરિવર્તનને ઉકેલી શકો તો સારું.
શબ્દ આખરે પહોંચીને ક્યાં સુધી પહોંચે?
જબાન પર આવતું વાંચી શકો તો સારું.
બધી લાગણીઓને કૈં વાચા નથી ફૂટતીને,
ઉરનું છે ઉરમાં જો સાચવી શકો તો સારું.
નૈનની ભાષા ચહેરા પર પ્રતિબિંબીત થતી,
રાઝ તમારા પૂરતું જ રાખી શકો તો સારું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.