તારી આંખો તો મને, કેમેય કરી વહાલી.
કાજળ લગાવે તો કામણગારી ને કાજળ વિના પારેવું.
આમ જુઓ તો પારદર્શી ને, આમ અગાધ ઊંડાણભરેલી.
ખોવાયેલાં હરણાં જેવી, જાણે કશુંક શોધ્યાં કરતી, તારી આંખો.....
મારા માટે એક વણ ઉકેલાયેલો કોયડો, જેનો જવાબ વળી, એ જ આંખોમાં ફંફોસ્યાં કરે.